સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ અને બે MATH કામ માટે છેલ્લા 82 દિવસથી બંધ રાખવામાં આવ્યું હતું. જે એપ્રિલથી ફરીથી 115 ટ્રેનોને સુરત રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી હતી. જેને લઈને સુરત રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિક વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું છે.

