
Botad news: ગઢડાના ઈંગોરાળા ગ્રામપંચાયતની ચૂંટણી યુવકના મોતનુ કારણ બની !!. ઈંગોરાળા ગામના યુવા આગેવાન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે ઉમેદવારી નોધાવાની તૈયારી કરતા તે સમયે ગામના ત્રણ લોકોએ ચૂંટણીમાં ફોર્મ ન ભરવાને લઈ ધાકધમકી આપી દબાણ કરેલ જેથી યુવકને લાગી આવતા પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે મૃતકના ભાઈએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈંગોરાળા ગામે સરપંચના ઉમેદવાર તરીકે અનિરુદ્ધભાઈ દડુભાઈ ખાચર (ઉં.વ.40) રહે ગઢડા દ્વારા બે દિવસ પહેલા ફોર્મ ભરવાના અંતિમ તબક્કે પોતાનું ફોર્મ ભરવા માટે તૈયારી દર્શાવી હતી. આ દરમિયાન ગામના કેટલા વ્યક્તિઓ દ્વારા સરપંચ માટે ફોર્મ નહી ભરવા જણાવી ધાક ધમકી આપવામાં આવી હતી. આ ધમકીના પગલે ફોર્મ ભરવા ઈચ્છુક અનિરુદ્ધભાઈ માનસિક દબાણના કારણે ડિપ્રેશનનો ભોગ બનતા તેમજ લાગી આવતા પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી લેતા ગંભીર હાલત થવા પામી હતી. જેના પગલે વધારે સારવાર માટે ભાવનગર સારવારઅર્થે ખસેડવામાં આવતા દવાની ગંભીર અસરના પગલે મોત નિપજ્યું હતુ. આ ઘટનાના પગલે મૃતકના ભાઈ રણજીતભાઈ દડુભાઈ ખાચરે મહેશભાઈ ગભરૂભાઈ ખાચર, અમરશીભાઈ ભગવાનભાઈ ઝાંપડીયા અને પ્રવિણભાઇ ઝાંપડીયા વિરૂધ્ધ પોતાના ભાઈને ધાકધમકી આપી આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા સહિત મુદ્દે ઢસા પોલીસમા જાણ કરી હતી.
મૃતક અનિરુદ્ધભાઈ ખાચરે ઝેરી દવા પીતા પહેલા તેમણે તેમના મોબાઈલથી વોટ્સએપ દ્વારા તેમના ભાઈ સહિત સંબંધીઓને મેસેજ કરેલ કે મને ત્રણ લોકોએ સરપંચની ચૂંટણીમાં ફોર્મ ન ભરવા દબાણ કરી ધાક-ધમકી આપી હતી જેથી આ પગલું ભર્યુ હોવાનું મેસેજ દ્વારા જણાવ્યું હતું. મૃતકના ભાઈ રણજીતભાઈ ખાચરે પોલીસને આ અંગેની જાણ કરી જેથી પોલીસે મોબાઈલમાં વોટ્સએપ ચેક કરીને ત્રણેય શખ્સો સામે મરવા માટે મજબૂર થવાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ગઢડા તાલુકાના ઈંગોરાળા ગામના અનિરુદ્ધભાઈ ખાચર જેઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભરવાની તૈયારી કરતા હતા પરંતુ ગામના ત્રણ લોકોએ તેને ધાકધમકી આપી ફોર્મ ન ભરવા દબાણ કરેલ જેથી અનિરુદ્ધભાઈ ખાચરે ગત 8 જૂને પોતાની વાડિએ જઈને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર હેઠળ ભાવનગર ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જેથી મૃતકના ભાઈ રણજીતભાઈ ખાચરે ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાબતે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ
ધરી છે.