દ્વારકામાં મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં જ શિવભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. હર્ષદ દરિયાકિનારે આવેલાં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ જતાં ભક્તોમાં રોષ છે. હાલ પોલીસ અને SRD જવાનો મંદિરે પહોંચી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તપાસ દરમિયાન દરિયાકાંઠેથી ખંડિત હાલતમાં શિવલિંગ મળી આવ્યું છે.

