ભારતીય-અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિ સહિત બે અમેરિકી સાંસદોએ ગૂગલ અને એપલને પત્ર લખીને તેમના એપ સ્ટોર્સમાંથી TikTok દૂર કરવા જણાવ્યું છે. એપ્રિલમાં અમેરિકામાં એક બિલને કાયદામાં બદલવામાં આવ્યું હતું, જે મુજબ ટિકટોકની માલિકી ધરાવતી ચીની કંપની ByteDanceએ 19 જાન્યુઆરી 2025 સુધીમાં તેનાથી અલગ થવું પડશે. જો આમ નહીં થાય તો તેને અમેરિકામાં પ્રતિબંધનો સામનો કરવો પડશે.

