ઈન્ટરનેટના યુગમાં હવે લોકો માહિતી મેળવવા માટે ગૂગલનો સહારો લેતા હોય છે. ઈન્ટરનેટની દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન ગણાતા ગૂગલ પર લોકો અનેક પ્રકારની માહિતી સર્ચ કરે છે. ગૂગલે 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આ યાદી દર્શાવે છે કે આ વર્ષે ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. જેમાં મનોરંજન, રમતગમતથી લઈને વર્તમાન પ્રસંગો અને રોજિંદા જીવનની અનેક પ્રકારની વસ્તુઓ સર્ચ કરવામાં આવી હતી. જેમાં IPL, બોલિવૂડ ફિલ્મો અને ગીતોનો સમાવેશ થાય છે.

