સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હિન્દુ છોકરી સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવાના આરોપી મુસ્લિમ યુવકને જામીન આપી દીધા છે. આ દરમિયાન કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બે પુખ્ત વયના લોકોના પરસ્પર સંમતિથી સાથે રહેવા પર માત્ર એટલા માટે વાંધો ન ઉઠાવી શકાય કે, તેઓ અલગ-અલગ ધર્મના છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા બાદ લગભગ 6 મહિનાથી જેલમાં બંધ મુસ્લિમ યુવકને જામીનની મંજૂરી આપી દીધી છે.

