
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં મારામારીની ઘટનાએ ગંભીર સ્વરુપ લીધું હતું. આ મુદ્દે પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર મામલે ભાભર ખાતે પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઘટનાને લઈ પ્રકાશ પાડ્યો હતો. રસ્તા પરના નિર્દોષ પાંચ વ્યક્તિઓ પર હુમલો કરનાર સાત આરોપીઓ ઝડપી પડાયા છે. સાત આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે. આ કોઈ જ્ઞાતિ કે જાતિ વચ્ચેનો મામલો નથી, આ બંને પક્ષના લોકો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
શું હતી સમગ્ર ઘટના?
તારીખ 30 એપ્રિલના રોજ કેટલાક શખ્સો વચ્ચે સાઈડ કાપવા બાબતે ઝગડો થયો હતો. ભાભરમાં ત્રણ રસ્તા પર ઝગડો અને મારામારીનો બનાવ બન્યો હતો. મામલાની જાણ થતાં જ LCB સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.