
બારડોલીમાં BAPS સંસ્થાનાં મંદિરને ૩૦ વર્ષ થયા છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૫માં બારડોલીમાં ૫ દિવસ રોકાઈને ભવ્યતાથી શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે ૨૦૧૧માં પૂનઃ મૂર્તિપ્રતિષ્ઠા કરીને આધ્યાત્મિક ચેતનાને નવા આયામ આપ્યા છે. આ મંદિરને ૩૦ વર્ષ થતાં તેનો 'ત્રિદશાબ્દી મહોત્સવ' યોગી જયંતીના અવસરે સવારે (વરસાદના કારણે) સાંકરી શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણ માં દિવ્યતાથી ઉજવાયો હતો.
અન્નકૂટ રચાયો
આ અવસરે, સાંકરી મંદિરે વહેલી સવારે 7. 30 વાગ્યાથી 12 વાગ્યા સુધી ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ અને દશાબ્દી સમારોહ, અક્ષરપુરુષોત્તમ મહારાજની ભક્તિ તુલા, આમંત્રિત સંતો ના પ્રવચન, તથા મુખ્ય સભા જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન થયું . સાંજે 4:30 થી 6 દરમિયાન બારડોલી મંદિરે ત્રિ-દશાબ્દી મહોત્સવ પાટોત્સવની મહાપૂજા પ્રશાંત મુની સ્વામી અને યુવક સંગીત વૃંદ દ્વારા ઉત્સાહ ભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. મહિલા મંડળ દ્વારા 151 વાનગીઓનો અન્નકૂટ ભગવાન માટે રચવામાં આવ્યો હતો.
આશીર્વાદ મહંત સ્વામીએ આપ્યા
અહી આયોજિત થતી અઠવાડિક સંયુક્ત, મહિલા, બાળ, બાલિકા, યુવક, યુવતી, સભા ધ્વારા અનેક લોકો એ અધ્યાત્મિક અને વ્યસનમુક્ત જીવન નો પાયો દ્રઢ કર્યો છે. આ મહોત્સવમાં ધર્મચરણ સ્વામી (ગોંડલ) તથા અક્ષય મુની સ્વામી, સાંકરી મંદિરના કોઠારી પુણ્ય દર્શન સ્વામીએ હાજરી આપી પ્રેરક સંબોધન કર્યું. આ સમગ્ર મહોત્સવના આયોજનમાં ધ્યાનજીવન સ્વામી અને મંગલભૂષણ સ્વામી એ ઘણી જહેમત ઉઠાવી હતી. આ ઉત્સવ માટે ગુરુ હરી મહંત સ્વામી મહારાજે પત્ર દ્વારા આશીર્વાદ આપ્યા હતાં.