દેશમાં હાલ બહુચર્ચિત વકફ સુધારા બિલ અંગે હવે મામલો ગરમાઈ રહ્યો છે. ઘણા દિવસો માથાકૂટ બાદ કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું. જેને ભાજપે સાથી પક્ષોની બહુમતી સાથે પસાર કર્યું હતું. જોકે આ વકફ સુધારા બિલ પાસ થતાં હવે ભાજપમાં રહેલા લઘુમતી આગેવાનોની નારાજગી સામે આવી રહી છે. ગુજરાત ભાજપમાં વિકેટ પડી હતી. ભાજપનો ગાઢ કહેવાતા સુરત જિલ્લા ભાજપમાં એક લઘુમતી હોદ્દેદારે રાજીનામુ આપ્યું છે. સુરત જિલ્લાના બારડોલી નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તા કાલુ કરીમ શાહે ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી સમાજને સમર્થન કરતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

