બારડોલી પંથક માં ફરી વાર રખડતા ઢોરો નો આતંક જોવા મળ્યો છે. બારડોલી ના પોલીસ મથક નજીક વિસ્તાર માં બે આખલાઓ વચ્ચે યુદ્ધ ના દ્રશ્યો સામે આવ્યાં છે. માર્કેટ બજાર માં છુટા ફરતા આખલાઓ બખાડયા હતાં. આખલાઓ વચ્ચે યુદ્ધ થતા માર્કેટ માં પાર્કિગ કરેલ બે મોપેડ અને ઇલેક્ટ્રિક ની દુકાન માં સામાન ને મોટુ નુકસાન થયું હતું. તોફાની બનેલા આંખલાઓએ બે બાઇક નો ખુરડો બોલાવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થવા પામી છે. બારડોલીમાં લોકો રખડતા ઢોરોના ત્રાસ થી ત્રાહિમાન પોકારી ઉઠ્યા છે. ગત દિવસો માં પણ રખડતા ઢોરો ને પગલે બે નિર્દોષો મોત ને ભેટ્યા હતાં. બાદ માં પાલિકા ને થોડા કલાકો પૂરતી ઢોરો પકડવા ની કામગીરી કરી. પાલિકા માં એસી ચેમ્બર માં ખુરશી શોભાવતા નિષ્ફળ ચીફઓફિસર તેમજ સત્તાધીશો આળસુ થઈ જતાં જાને વધુ કોઈ દુર્ઘટના જે જાન હાનિ ની રાહ જોઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.