વાસ્તુશાસ્ત્ર માત્ર ઇમારતોની દિશા અથવા ડિઝાઇન નહીં, પરંતુ તે ઉર્જા સંતુલનનું વિજ્ઞાન છે. દરેક દિશા, રંગ અને સામાનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. વાસ્તુમાં જણાવ્યા પ્રમાણે રસોડું ઘરની ઉર્જાનું કેન્દ્ર હોય છે. જ્યાંથી આરોગ્ય, સમૃદ્ધિ અને સંબંધોની ઉર્જા નીકળે છે. પરંતુ જો રસોડામાં વાસ્તુના નિયમોનું પાલન ન કરવામાં આવે તો, નકારાત્મકતાને આમંત્રિત કરી શકે છે. રસોડામાં કાળા રંગના ઉપયોગને પણ દોષ માનવામાં આવે છે, જે શનિ અને રાહુ જેવા પાપ ગ્રહો સાથે જોડાયેલ હોય છે. એવું માનવામાં આવે છે કે, આ ગ્રહોની નકારાત્મક ઉર્જા રસોઈના માધ્યમથી આખા ઘરમાં ફેલાઈ શકે છે.

