આઝાદી બાદ ભારત સરકાર દ્વારા આર્થિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાંથી કર માળખું લાગુ કરવાનો પહેલો તેમનો નિર્ણય હતો. જો સર્વિસ ટેક્સની વાત કરીએ તો ભારતે તેની શરૂઆત 1994માં થઈ હતી. તે દેશની આર્થિક બાબતોમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. તે વખતે કોંગ્રેસ સરકારના નાણાં પ્રધાન ડૉ. મનમોહન સિંહની દેખરેખમાં લાગુ કરવામાં આવી હતી. તે વખતનો ઉદ્દેશ્ય સેવા ક્ષેત્ર અને નાણા એકઠા કરીને આર્થિક સુધારાને વેગ આપવાનો હતો.

