ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વમાં ચિંતા વધી રહી છે અને તેની સાથે વૈશ્વિક બજારો પણ ગભરાટમાં આવી ગયા છે. ઈરાને લગભગ 180 મિસાઈલો છોડીને ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે, જેના પછી તણાવ વધુ વધી ગયો છે. ઈઝરાયેલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે. બંને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઈલની કિંમતમાં એક સાથે 5 ટકાનો વધારો થયો છે.

