વડોદરામાંથી છૂટો પડીને નવ રચીત બનેલ છોટાઉદેપુર જિલ્લાનો કેટલોક વિસ્તાર જંગલો અને પથ્થરોથી ઘેરાયેલું છે. પથરાળ વિસ્તાર હોઇ ખેતી પણ થઈ શકતી નથી. પરંતુ આ વિસ્તારમાં કુદરતે સફેદ પથ્થરોની દેન આપેલ છે. અહીં જે પથ્થરો નીકળે છે. તે આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે. સફેદ સોનું ગણાતા આ પથ્થરોની 130 જેટલી ફેક્ટરી આવેલ છે. જેના દ્વારા તેનો પાવડર બનાવવામા આવે છે. અને આ પાવડરનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. સિરામિક ફેકટરી , ડિટર્જન પાવડર ફેકટરી, કલર બનાવતી ફેકટરી, દવા બનાવતી ફેકટરીઓમાં આ પાવડરની માંગ હોઇ છે.

