
Ceasefire violation: ભારત-પાકિસ્તાન સરહદે છેલ્લા 4 દિવસથી તણાવ અને ઘર્ષણ બાદ આજે સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈ સત્તાવાર જાહેરાત પણ થઈ ચુકી અને તેના થોડા જ કલાકો બાદ જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેકટરમાં ફરી પાકિસ્તાને અવળચંડાઈ કરી ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા. જ્યારે બીજા સાત જવાન ઈજાગ્રસ્ત થયા છે. સબ-ઈન્સપેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝે વીરતાપૂર્વક આગળ વધીને આગેવાની કરી સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર, દેશના ઉત્તર રાજ્ય એવા જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને કરેલા ગોળીબારમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય સાત ઘાયલ થયા છે. આ ઘટના આરએસપુરા સેકટરમાં બની છે. બીએસએફ તરફથી જણાવાયું કે, સબ ઈન્સપેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝે વીરતાનું પ્રદર્શન કરી શહીદી વહોરી હતી.
મળતી માહિતી અનુસાર, ઇમ્તિયાઝને સન્માનિત કરવા માટે રવિવારે પલૌરા સ્થિત જમ્મુ ફ્રન્ટિયર હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 હજાર કિલોમીટરથી વધુ લાંબી સરહદ રેખાનું રક્ષણ કરવા બીએસએફને સોંપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ છતાં, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને શનિવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ડ્રોન મોકલ્યા હતા. સશસ્ત્ર દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને તેમને હવાઈ સંરક્ષણ પ્રણાલીથી તોડી પાડ્યા. શ્રીનગર શહેરમાં અનેક વિસ્ફોટ થયા છે. સુરક્ષા એજન્સીઓએ શહેરના બટવારા વિસ્તારમાં એક લશ્કરી વિસ્તાર પાસે ફરતા ડ્રોનને તોડી પાડ્યું હતું.
https://twitter.com/BSF_India/status/1921239531010875827
આ ઘટના શનિવાર સાંજે ભારત દ્વારા આ યુદ્ધવિરામની જાહેરાતના ત્રણ કલાકમાં થઈ હતી. બંને દેશોએ ગોળીબાર અને તમામ સૈન્ય કાર્યવાહી સમાપ્ત કરવા એક કરાર પર પહોંચ્યા હતા. કેન્દ્ર સરકાર તરફથી જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ભૂમિ, વાયુ અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને સૈન્ય કાર્યવાહીને તરત રોકવા માટે બનેલી દ્વીપક્ષીય સહમતીનો ભંગ કર્યો છે.
https://twitter.com/DDNewsHindi/status/1921241985152614466
સૂર્યાસ્ત પછી શહેરમાં ઘણા ધડાકા બાદ સીએમ ઓમર અબ્દુલ્લાએ સીઝફાયરની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા હતા. શહેરમાં રાત્રિના સમયે આકાશમાં ઉઠેલી જવાળાઓને લીધે 15 મિનિટ સુધીના સમયગાળા પર વિસ્ફોટોનો અવાજ સંભળાઈ શકાતો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાત્રે આશરે 8.20 વાગ્યે ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા શહેરની ઉપર એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.