છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા એ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો ઓરસંગ નદી પર બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા જિલ્લા કલેકટરને કરી રજૂઆત કરાઈ છે. નેશનલ હાઈવે 56 ઉપર આવેલ ઓરસંગ નદી પરનો બ્રિજ હાલ ખૂબજ જર્જરિત થઈ ગયો છે.હાલમાં ગુજરાત રાજ્યમાં અનેક જગ્યા પર બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી છે જેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે. નેશનલ હાઇવે 56 છોટાઉદેપુર પાસે આવેલ ઓરસંગ નદીના બ્રિજ પર પસાર થતાં ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો આકસ્મિક દુર્ઘટના ટાળી શકાય તેમ છે. રાજેશ રાઠવાએ કહ્યું કે, ઓરસંગ નદી પરના બ્રિજની એન્જિનિયરો દ્વારા બ્રિજની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાની લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર ધ્યાનમાં લેતું નથી. ગઈકાલે જે ઘટના બની છે એ ઘટના છોટાઉદેપુર ખાતે ન બને એના માટે અમે કલેક્ટરને રજૂઆત કરી છે. ઓરસંગ નદી પરનો બ્રિજ તૂટી જાય તો ચોમાસાની સિઝનમાં ડાયવર્ઝન પણ શક્ય નથી. જ્યાં સુધી બ્રિજ તૂટે ના ત્યાં સુધી તંત્રના કાન ખુલતા નથી.