Home / Entertainment : This South Indian actress enters in Shahid and Kriti's film Cocktail 2

Shahid Kapoor અને Kriti Sanonની ફિલ્મ 'Cocktail 2' માં થઈ સાઉથની એક્ટ્રેસની એન્ટ્રી, ઓગસ્ટમાં શરૂ થશે શૂટિંગ

Shahid Kapoor અને Kriti Sanonની ફિલ્મ 'Cocktail 2' માં થઈ સાઉથની એક્ટ્રેસની એન્ટ્રી, ઓગસ્ટમાં શરૂ થશે શૂટિંગ

દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી અભિનીત ફિલ્મ 'કોકટેલ' (Cocktail) દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ 2012માં થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે લગભગ 13 વર્ષ પછી, આ ફિલ્મની સિક્વલ આવી રહી છે. 'કોકટેલ 2' (Cocktail 2) માટે શાહિદ કપૂર (Shahid Kapoor) અને કૃતિ સેનન (Kriti Sanon) ના નામ પહેલાથી જ ચર્ચામાં હતા. હવે આ બંને સિવાય ફિલ્મમાં એક સૌથની એક્ટ્રેસનું પણ નામ જોડતું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'કોકટેલ 2' (Cocktail 2) માં શાહિદ અને કૃતિ સાથે રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં શાહિદ આ બંને એક્ટ્રેસ સાથે રોમાન્સ ફરમાવતો જોવા મળશે. 

'સ્ત્રી' અને 'છાવા' સહિતની  ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન જ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું શૂટિંગ આગામી ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ માટે ભારત ઉપરાંત યુરોપના કેટલાક સ્થળો પર પણ શૂટિંગ કરાશે. 

સમગ્ર શૂટિંગ આગામી જાન્યુઆરી સુધીમાં આટોપી લઈ આવતા વર્ષમાં મધ્ય સુધીમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન હોમી અહમદમિયાનું હશે. જ્યારેફિલ્મની વાર્તા લવ રંજને લખી છે.

Related News

Icon