પૃથ્વીરાજ સુકુમારનના ડાયરેક્શનમાં બનેલી મોહનલાલ, તોવિનો થોમસ અને મંજૂ વોરિયર સ્ટારર 'એલ2: એમ્પુરાન' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ પેન ઈન્ડીયા ફિલ્મ છે, જેણે ઓપનિંગ ડે પર 21.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્રણ દિવસમાં ફિલ્મે 45 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કરી લીધું છે. ફિલ્મને ભલે ઓડિયન્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો હોય, પરંતુ તેને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. પૃથ્વીરાજ સુકુમારન પર હિંદુઓ વિરોધી હોવાનો અને પ્રોપેગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCએ ફિલ્મમાં ગુજરાત રમખાણોના સીન પર વિવાદ થતા સખત એક્શન લીધી છે.

