રિયાલ્ટી શો બિગ બોસ સિઝન 16નો વિનર અને જાણીતો રેપર એમસી સ્ટેન છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હોવાના પોસ્ટર્સ મુંબઈના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ એમસી સ્ટેન ગુમ થયો હોવાનો પોસ્ટર્સ ખૂબ વાયરલ થયો છે. એમસી સ્ટેન બિગ બોસ જીત્યા બાદથી સતત ચર્ચામાં રહ્યો છે. તે મોટાભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો નથી, પરંતુ જ્યારે પણ કંઈક શેર કરે છે ત્યારે તેના ફેન્સને શોકમાં મુકતો હોય છે. ઈન્ટરનેટ પર હાલ તેની ગુમ થઈ ગયો હોવાની અટકળોએ તેના ફેન્સને હેરાન કરી રહી છે.

