સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આજે સવારે 11 વાગ્યાની સ્થિતિએ 83 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 'કોરોનાના લક્ષણો જણાય તો વ્યક્તિને આઇસોલેટ કરો, ગભરાશો નહીં.'

