સુરતના ભટાર આઝાર નગર વિસ્તારમાં ખાડી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં ખાડીના પાણી ઘુસી ગયા છે. ઘુંટણસમા પાણી ભરાયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાડીઓની યોગ્ય રીતે સફાઈ નહીં થતા અને ડ્રેનેજની વ્યવસ્થા ધ્વસ્ત થતાં ફરીથી લોકોને પાણીના ભરાવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે.