Home / Gujarat / Surat : Three youths stranded in bay, two rescued - search for one ongoing

VIDEO: Suratની ખાડીમાં ત્રણ યુવક તણાયા, બેનો બચાવ- એકની શોધખોળ ચાલુ

સુરતમાં ભારે વરસાદથી ખાડીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે આ ખાડીમાં 3 યુવકો તણાયા છે. જેમાંથી ફાયર બ્રિગેડે બેનો બચાવ કર્યો હતો જ્યારે એક યુવક હજુ ગુમ છે. પુણા-કુંભારિયા વિસ્તારમાં આવેલી એક ખાડીમાં આજે સવારે બનેલી ઘટનામાં એક યુવક ખાડીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

18 વર્ષનો અર્જુન લાપતા

પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારે ત્રણ જેટલા યુવકો ખાડી પાસે હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા તેઓ ફસાઈ ગયા હતા. આ પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને ખાડીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, 18 વર્ષીય અર્જુન નામનો યુવક હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

તંત્રની તપાસ તેજ

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા અર્જુનને શોધવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પણ અર્જુન સહીસલામત મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

TOPICS: surat creek search

Icon