IPL 2025નો લીગ સ્ટેજ હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે અને પ્લેઓફનું ચિત્ર પણ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાત ટાઈટન્સ (GT), પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. દરમિયાન, આજે (20 મે) સિઝનની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ બંને ટીમો પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે અને હવે બંને ટીમો સન્માનની લડાઈ માટે મેદાન પર ઉતરશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

