Dahod News: દાહોદના દેવગઢબારીયા અને ધાનપુરમાં થયેલ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મનરેગા કૌભાંડમાં સસ્પેન્ડ ટેક્નિકલ આસીસ્ટન્ટની ધરપકડ થઈ છે. કૌભાંડમાં સંડોવાયેલા દેવગઢ બારિયાના ટેક્નિકલ સહાયક મનીષ પટેલની પોલીસે ધરપકડ કરી છે. ખોટા પૂર્ણતા પ્રમાણપત્રો બનાવવા સહિતની ભૂમિકા ભજવાતા મનીષ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મનીષ પટેલને કોર્ટમાં રજુ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મનરેગાના ચાર કરાર આધારીત કર્મચારીઓની ધરપકડ થઈ છે.

