Home / Gujarat / Surat : School's effort to strengthen democracy, students given practical guidance

Surat News: લોકશાહીને મજબૂત કરવા શાળાનો પ્રયાસ, વિદ્યાર્થીઓને ચૂંટણીનું અપાયું પ્રેક્ટિકલ માર્ગદર્શન

Surat News: લોકશાહીને મજબૂત કરવા શાળાનો પ્રયાસ, વિદ્યાર્થીઓને ચૂંટણીનું અપાયું પ્રેક્ટિકલ માર્ગદર્શન

મજબૂત લોકશાહીનો પ્રાણ ચૂંટણી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ચૂંટણી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અડાજણ ઉગત કેનાલ રોડ સ્થિત ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ-૨૦૨૫ નું ઇલેકશન દ્વારા નિમણુંક અને વિદ્યાર્થીગણમાં દેશની સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું વાસ્તવિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હેડ બોય, હેડ ગર્લ માટે વોટિંગ

અડાજણ ઉગત કેનાલ રોડ સ્થિત  ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણીક વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદની રચના અને નિમણુંક ભારતના લોકતંત્રની તાકાત એવી “મતદાન ચુંટણી પદ્ધતિ”દ્વારા કરવામાં આવી હતી જેમાં ધોરણ ૬ થી ૧૨ ના ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીએ મતદાન કરી શાળાની ડિસીપ્લીન,સંસ્કૃતિક.સ્પોર્ટ્સ,એસ્મ્બલી,જેવી વિવિધ ૧૮ જેટલી કમિટી માટે “હેડબોય” અને “હેડ ગર્લ” માટે વોટિંગ કર્યું હતું. આ કમિટીમાં ઉમેદવારી નોધાવવા વિદ્યાર્થીએ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અને ટેકેદારો ના નામ નોધાવી રજીસ્ટ્રેશન કરવવાનું હોય છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓને પ્રચાર માટે યોગ્ય તક આપવામાં આવી હતી.

ફોસ્કોરિક શાહીનો ઉપયોગ કરાયો

આ મતદાન પદ્ધતિમાં વિદ્યાર્થી માટે EVM મશીનની સાથે સાથે મતદાનમાં વાપરવામાં આવતી “ફોસ્ફોરિક શાહી” નો પણ ઉપયોગ કરવામાં આવી હતી. આ રીતે ઈલેક્શન કરાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ભારતની “સમગ્ર ચુંટણી વ્યવસ્થા”જાણે તેને સમજે અને ભવિષ્યમાં ઉપયોગમાં લેવાના પોતાના હક્કોથી પરિચિત થાય સાથે સાથે તેમની સાથે જોડાયેલ પદાધિકારીઓની જવાબદારી અને કાર્યશૈલીને ઓળખે અને સમજે

Related News

Icon