
સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને સુવિધા વિસ્તરણની દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ત્રણ મુખ્ય બાબતો ચર્ચાની કેન્દ્રસ્થાન બની હતી. સુરત મનપામાં નવા IAS અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જેથી શહેરના વિકાસને વધુ સુદ્રઢ બનાવવામાં સહાયક નિવડશે તેમ માનવામાં આવે છે.
ડેપ્યુટેશન પર મોકલાયા
સુરત મહાનગર પાલિકામાં વિકાસ કાર્ય અને સંચાલનની કામગીરીને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા વધુ એક IAS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ગૌરવ દિનેશ રમેશ નામના IAS અધિકારીને ડેપ્યુટેશન પર ડેપ્યુટી કમિશનર તરીકે સુરત મોકલવામાં આવ્યા છે. હાલ મનપામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિધી સ્વિચ અને આર.બી ભોગાયતા કાર્યરત છે.
જવાબદારી સોંપવામાં આવશે
હવે ગૌરવ દિનેશ રમેશ ત્રીજા ડેપ્યુટી કમિશનર તરીકે જોડાયા છે. પાલિકા કમિશનર કયા વિભાગની જવાબદારી તેમને સોંપે છે? તે જોવાનું રહ્યું છે.નવા નિયમ મુજબ લોકફાળો મળ્યા બાદ સીધા વર્ક ઓર્ડર આપવામાં આવશે અને કામ શરૂ થઈ જશે. પરિણામે નાના કામો ઝડપથી પૂર્ણ થશે અને શહેરીજનોને સુવિધાઓ સમયસર મળશે.