બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને કારણે 21 શ્રમિકોના મૃત્યુની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. આ દુર્ઘટના અંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું છે અને આ મુદ્દે લોકસભામાં સખત પગલાં લેવાની માંગ ઉઠાવી છે. ગેનીબેન ઠાકોરે દિલ્લીમાં લોકસભાના અધ્યક્ષને રજૂઆત કરી કે આ ઘટનાની ઊંડી તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવે. તેમણે માંગ કરી કે જે લોકો આ દુર્ઘટના માટે જવાબદાર છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, તેમણે ગુજરાતમાં ભૂતકાળમાં બનેલી સમાન દુઃખદ ઘટનાઓનો ઉલ્લેખ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે....