
ગુજરાતી રસોડાના હૃદયમાં ઉકળતી તુવેર દાળની મનમોહક સુગંધ ફક્ત એક દૈનિક ખોરાક નહીં પરંતુ એક પરંપરા છે. આપણા ગુજરાતી ઘરોમાં તો દાળનાં સ્વાદ પ્રત્યે ખુબ ચિવટ રાખવામાં આવે છે. સુરતના એક ગુજરાતી પરિવાર દ્વારા આઝાદી પહેલા સ્થાપવામાં આવેલી રેંટિયો તુવેર દાળ, છેલ્લા નવ દાયકાઓથી પરંપરાનો અભિન્ન ભાગ રહી છે, જે શુદ્ધતા, ગુણવત્તા અને ઘરમાં રાંધેલા ભોજનની કાયમી હૂંફનું પ્રતીક છે.આ બ્રાન્ડે 90 વર્ષના મહોત્સવનું સેલિબ્રેશન કર્યું, પરંતુ ધ્યાન ખેંચ્યું ત્યારે જ્યારે આ સેલિબ્રેશનનો હેતુ હતો આભાર વ્યક્ત કરવાનો દરેક મહાનુભાવનો, અને તે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોથી ભરેલો હતો.
સ્વતંત્રતા અને અખંડિતતામાં મૂળ ધરાવતો વારસો
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન, મહારાષ્ટ્રના નવાપુરમાં 1935માં શ્રી મંગળદાસ ચોખાવાલા દ્વારા સ્થાપિત રેંટિયો તુવેર દાળનો જન્મ, દેશભરના ઘરોને શ્રેષ્ઠ, દેશી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ તુવેર દાળ પૂરી પાડવાના વિઝનમાંથી થયો હતો. 'રેંટિયો' નામ, જેનો અર્થ ગુજરાતીમાં ‘ચરખો’ થાય, તે ચોખાવાલા પરિવારના ગાંધીજીની ચળવળમાં સહભાગી થવાનું પ્રતિબિંબ છે. રોજનું ચરખા કાંતવાનું કર્મ પરિવાર માટે ધાર્મિક વિધિ સમાન હતું.
સફર રજૂ કરાઈ
મંગળદાસ ચોખાવાલાએ અનોખી ‘ડ્રાય પ્રોસેસ’ (પાણીના ઉપયોગ વિના) દ્વારા ફક્ત દેશી તુવેર અને કોટન સીડ ઓઈલનો ઉપયોગ કરીને તુવેર દાળનું ઉત્પાદન શરૂ કર્યું. બ્રાન્ડનું નામ ‘રેંટિયો’ તેમનાં આ ચરખાની શ્રદ્ધાંજલિરૂપ હતું. ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ પહેલા ગુજરાત અને પછી સમગ્ર ભારતમાં પરંપરાનું પાયો નાખ્યો. આજે રેંટિયો તુવેર દાળ વિશ્વભરમાં એક્સપોર્ટ થાય છે. નવાપુર સ્થિત તેમની ફેક્ટરીમાં રોજે રોજ 80–90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે.રેંટિયો તુવેર દાળના સીઈઓ શીતલ ચોખાવાલા વાણીએ જણાવ્યું હતું કે, “રેંટિયો તુવેર દાળની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત-મહારાષ્ટ્રના વિભાજન પહેલા, 1935માં ઉત્તર મહારાષ્ટ્રના ભાગ કહેવાતા નવાપુર ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટેની વિશ્વસનીય ઓળખ તરીકે રેંટિયો હંમેશાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓથી લોકો રેંટિયોનો આસ્વાદ લઈ રહ્યાં છે, જે આ બ્રાન્ડની સફળતા દર્શાવે છે. આ વર્ષે 90 વર્ષના માઈલસ્ટોનની ઉજવણીના ભાગરૂપે, રેંટિયો સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ, વેપારીઓ અને વિશિષ્ટ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રેંટિયોની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી હતી.”