ભારતના ઓપરેશન સિંદુર પછી તમામ સરહદે સતર્કતા વધારી છે. ત્યારે બીજી તરફ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ સરહદે શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાયું હતું. હાઈટેન્શન લાઈન સાથે ડ્રોનની ટક્કર થતાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટના કચ્છના ખાવડા સરહદી વિસ્તારમાં થઈ હતી.
હાઈ ટેન્શન વાયર સાથે ડ્રોનની ટક્કર
સમગ્ર મામલે પોલીસ અને વાયુસેના તપાસ કરી રહી છે. જોકે આ ડ્રોન સરહદ પારથી આવ્યું છે કે નહીં તેની પુષ્ટી થઈ નથી, સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને તપાસ હાથ ધરી છે.
ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ પાકિસ્તાનનામાં ચાલી રહેલા આંતકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. POK અને પાકિસ્તાનમાં અંદર ઘુસીને કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે.
ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ
ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ'.
રઘવાયું પાકિસ્તાન સરહદ પર કરી રહ્યું છે ગોળીબાર
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો હતો. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. અને સરહદ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.