
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરની એકાએક તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે અભિનેત્રીને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જ્હાન્વી કપૂર ચેન્નઈ ગઈ હતી અને મંગળવારે ત્યાંથી પરત ફરતી વખતે તેણે એરપોર્ટ પર કંઈક ખાધું હતું. જોકે, ઘરે આવ્યા બાદ જ્હાન્વીની તબિયત બગડી ગઈ હતી. ખરાબ તબિયત અને નબળાઈના કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં જ્હાન્વી કપૂરની તબિયત સારી છે. જોકે, એક- બે દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે તેવું જાણવા મળ્યું છે.
જ્હાન્વી તેની આગામી ફિલ્મ 'ઉલઝ'ને લઈને ચર્ચામાં
તમને જણાવી દઈએ કે જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ઉલઝ'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે. આ ફિલ્મમાં પહેલીવાર જ્હાન્વી IAS ઓફિસરના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુધાંશુ સરિયાએ કર્યું છે.
https://twitter.com/ani_digital/status/1813917736130482633