દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આખરે પેરેન્ટ્સ બની ગયા છે. ગણેશ ચતુર્થીના શુભ તહેવારના એક દિવસ બાદ જ બંનેના ઘરમાં હાસ્યનો માહોલ છે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે લક્ષ્મી એટલે કે દીકરીને જન્મ આપ્યો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંનેના પરિવારો લિટલ એન્જલના આગમનથી ખૂબ જ ખુશ છે. ગણેશ ઉત્સવ વચ્ચે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને દીકરીનો જન્મ બાપ્પાના આશીર્વાદથી ઓછો નથી. હોસ્પિટલમાં દાખલ થતા પહેલા દીપિકા પાદુકોણે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે મુંબઈના પ્રતિષ્ઠિત સિદ્ધિવિનાયક મંદિરની પણ મુલાકાત લીધી હતી.

