Home / Gujarat / Mehsana : Mehsana news: Elephant festival celebrated in Valam village of Visnagar

Mehsana news:વિસનગરના વાલમ ગામમાં હાથિયા ઠાઠું મહોત્સવ ઉજવાયો

Mehsana news:વિસનગરના વાલમ ગામમાં હાથિયા ઠાઠું મહોત્સવ ઉજવાયો

 Mehsana news:  મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના વાલમ ગામમાં દર વર્ષે પરંપરા પ્રમાણે યોજાતા સુલેશ્વરી માતાજી મંદિરના સાંનિધ્યમાં  હાથિયા ઠાઠું મહોત્સવ ઉજવાયો હતો. છેલ્લા 600 વર્ષથી વાલમ ગામમાં ભાવિકોની હાજરીમાં દર વર્ષે ચૈત્ર વદ પાંચમથી દસમ સુધી શુકનનો મેળો એટલે કે હાથિયા ઠાઠું જોવા ગુજરાતના ખૂણે-ખૂણે તેમજ પરપ્રાંતમાંથી લોકો જોવા આવે છે. આ લોકોત્સવમાં શક્તિ, ભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ જોવા મળતો હોય છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિસનગરના વાલમ ગામમાં ચૈત્ર માસમાં દર વર્ષની જેમ સુલેશ્વરી માતાજીના સાંનિધ્યમાં હાથિયા ઠાઠું લોકોત્સવ ઉજવાય ગયો. જેમાં સમસ્ત વાલમ ગામ અને અને આમાં રાજ્યના ખૂણેખૂણેથી લોકો જોવા ઉમટી પડે છે. વાલમ ગામની સાંકડી અને વાંકી-ચૂંકી ગળીઓમાં હાથિયા એટલે કે બળદોની જોડીઓની સાથે રથને લઈને ખેંચતા હોય છે આગળ યુવાનો હાકોટા, ચિચિારી સાથે શ્વાસ થંભાવી દેતા બળદોને દોડાવતા હોય છે. જો કે, આની પાછળ વર્ષો જૂની માન્યતા છે કે, સુલેશ્વરી માતાજીના રથને ખેંચવામાં અને વર્ષ જનતા માટે કેવું રહેશે. તેની આગાહી પણ થતી હોય છે. આ માટે લોકો રાત્રિના સમયે આ હાથિયા ઠાઠું મહોત્સવ અને શુકનનો મેળો જોવા આવે છે. આ મહોત્સવ દર વર્ષે ચૈત્ર વદ નોમ અને દસમના દિવસે મોડી રાત્રે એટલે કે રાત્રીના બે વાગ્યા બાદ યોજાય છે. આખા વાલમ ગામની ગળીઓમાં ચીચિયારીઓ સાથે આ હાથિયા ઠાઠું બળદોની જોડ દોડે છે. ત્યારબાદ મંદિરે જઈને ત્યાં સમાપન થતું હોય છે. 

 

 

 

Related News

Icon