
Gandhinagar News: ગાંધીનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. Jio Hotstar એપ્પનું અન્ય ગેરકાયદેસર એપ્પ દ્વારા સ્ટ્રીમિંગ થવાનો મામલો સામે આવ્યો છે. જીઓ હોટ સ્ટાર ચેનલ તરફથી સ્ટેટ સાયબર સેલને IPTV વિરુદ્ધ ફરિયાદ આપી છે. કેટલાક લોકો IPTV એપ મારફતે TVનું સ્ટ્રીમિંગ કરે છે. IPTV એન્ડ્રોય એપ પર જોવા મળતી હતી. IPTV એપ પર ઘણા બધા દેશોના કન્ટેન ઉપલબ્ધ હતા.
આ એપ્પ પર પાકિસ્તાન સહિત દુનિયાભરનો કન્ટેન્ટ જોવા મળતો
ખાસ કરીને પાકિસ્તાનનો કન્ટેન પણ જોવા મળતા સ્ટેટ સાયબર સેલે તપાસ હાથ ધરી છે. જેમાં તપાસ દરમિયાન પંજાબ જલંધરના મુરતુંજા મોહમદ આલી નામના એક ઇસમે IPTV એપ બનાવી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનની ઘણી એવી ચેનલો આ એપ પર એવી હતી જે લોકો ને રેડીકલાઇઝેશન કરી શકે છે.
મૂળ બિહારના આરોપીની જલંધર ખાતેથી ધરપકડ કરવામાં આવી
મેમરી કાર્ડ, 3 હાર્ડ ડિસ્ક, 3 લેપટોપ, 13 પાસપોર્ટ, 9 ડેબિટ કાર્ડ,વીડિયો કેપચરિંગ માટેના સાધનો કબ્જે કરવામાં આવ્યા છે. જાતીય સ્ટ્રીમિંગ થાય એ સર્વર ક્યાં છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. એક સર્વર નહિ બહુ બધા સર્વર ભેગા કરવાનું કન્ટેન્ટ યુઝ કરવામાં આવે છે. URL મારફતે ક્યાં ક્યાં કન્ટેન ઉપયોગમાં લેવામાં આવે છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.