Home / Gujarat / Surendranagar : Congress workers blocked the Malvan-Bahucharaji highway

Surendranagr news: VIDEO/ બહુચરાજી હાઈવેને ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરોએ કર્યો ચક્કાજામ

સુરેન્દ્રનગરમાં ગેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયામાં ગદ્દાર ગણાવતી ચિંતન મહેતાની પોસ્ટથી વિવાદ ઉભો થયો હતો. જેના વિરોધમાં ઠાકોર સમાજના આગેવાનો અને કૉંગ્રેસના (CONGRESS) કાર્યકરોએ માલવણ-બહુચરાજી હાઈવે પર જૈનાબાદ નજીક ચક્કાજામ કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કલાકો સુધી હાઈવે બ્લોક રહ્યો

કલાકો સુધી હાઈવે બ્લોક રહ્યો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ચિંતન મહેતાની પોસ્ટ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતાં ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે.

ઠાકોર સમાજના આગેવાનો અને કૉંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી

આંદોલન દરમિયાન ૨૦થી વધુ ઠાકોર સમાજના આગેવાનો અને કૉંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી, જેમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીનો પણ સમાવેશ થાય છે. ગેનીબેને પોતે આ પોસ્ટ સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી, જણાવ્યું કે ગદ્દારીનો આરોપ લગાવનારાઓએ પુરાવા આપવા જોઈએ

Related News

Icon