Home / Gujarat / Gandhinagar : Gandhinagar news: As India-Pakistan tensions ease, state government employees and officials will be able to take leave

Gandhinagar news: ભારત-પાક તણાવ ઘટતા રાજ્યના સરકારી કર્મચારી-અધિકારીઓ રજા લઈ શકશે

Gandhinagar news: ભારત-પાક તણાવ ઘટતા રાજ્યના સરકારી કર્મચારી-અધિકારીઓ રજા લઈ શકશે

Government employees News: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી, તાત્કાલિક ફરજના સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા. જોકે 10મેના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સામાન્ય બનતાં રાજ્ય સરકારે કમર્ચારી અને અધિકારીઓની રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓમાં ખુશી લાગણી પ્રવર્તી છે. જો કે, તમામ લોકોએ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું પડશે. એટલું જ નહીં, રજાઓ દરમિયાન તમામે ફોન-ઈ મેલ પર પણ સતત ઉપલબ્ધ રહેવું પડશે.ગુજરાતના સરકારી કર્મચારીઓ-અધિકારીઓ રજા લઇ શકશે, ભારત-પાક. તણાવને પગલે રદ કરાઈ હતી  

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી. 

Related News

Icon