Gandhinagar news: GPSCએ પહેલીવાર ડ્રગ ઈન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ્દ કર્યા છે. કારણ કે, સરદાર ધામના કોચિંગમા મોક ઈન્ટરવ્યૂમાં રિટાયર્ડ ફ્રુડ એન્ડ ડ્રગ કમિશનર ડી. એમ. પટેલ હાજર હતા અને તેમણે GPSCમા પણ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેતા અધ્યક્ષ હસમુખ પટેલે આ નિર્ણય કર્યો છે. હવે ઈન્ટરવ્યૂની તારીખો સોશિયલ મીડિયા પર બાદમાં જાહેર કરવામાં આવશે.

