સવારમાં ઉઠતાની સાથે જ ગરમાગરમ, સુગંધી અને સ્વાદિષ્ટ ચા મળે તો દિવસ કેટલો સારો જાય? ચા પીવી એ તો અનેરો અનુભવ, યાદશક્તિને તાજી કરવા, વિચારોને પ્રફુલ્લિત કરવાની એક એવી લાગણી છે, જેની તોલે તો કોઈ આવી જ ન શકે. ૨૧ મેના દિવસને એટલે જ વર્લ્ડ ટી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચા તો આનંદની અનુભૂતિ છે ત્યારે આવો, કેટલીક સેલિબ્રિટીઝને મળીએ. તેઓ ચાને શું માને છે, સમજે છે અને તેની અનુભૂતિ કેવી છે? એમના જ મોઢે જવાબો સાંભળીએ.

