આજે એટલે કે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે અવતર્યા હતા. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવસર પર તમે શનિદેવના પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો. આવું જ એક પ્રાચીન મંદિર સુરેન્દ્રનગરની ભોગાઉ નદીના કિનારે આવેલું છે.

