Last Update :
19 Jun 2024
- નોન ફિલ્ટર્ડ
બાળકના પહેલવહેલા શબ્દો સાંભળીને થતી મા-બાપ, પરિવારજનોની એક્સાઇટમેન્ટનું લેવલ માપી શકે એવું કોઈ યંત્ર સુપર કમ્પયૂટર ને AI ના જમાનામાં ય શોધાયું નથી. એકના એક શબ્દો સંભાળવા ને ગામ આખાને ધરાર સંભળાવવા બાળકની પાછળ પડી જતાં હરખપદુડાઓ જ્યારે એ જ બાળક ‘બા’...’દાદા’... થી આગળ વધીને 'શું?' 'કેમ?' 'કેવી રીતે?' પૂછતું થાય ત્યારે કોઈ આતંકવાદીની ગોળીઓથી બચવા ભાગતી નિર્દોષ પ્રજાની જેમ અહીં તહીં ભાગે છે. આ હોય છે બાળક માટે સવાલોથી ભાગવાની પહેલી શીખ!
જો કે બાળક છે, એટલે બાળક બુદ્ધિ ય રહેવાની. ભોળો જીવ એમ સમજે છે કે પ્રોબ્લેમ સવાલોમાં નહી, જવાબો આપવામાં કે આપનારમાં છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.