- નોન ફિલ્ટર્ડ
"જો કોઈ કામમાં તું સફળ ન થયો તો તું શું કરીશ?"
"હું પ્રયત્ન ચાલુ રાખીશ. કદી હાર નહીં માનું."
"ના, યાદ રાખજે કે તું જો કોઈ પણ વ્યક્તિને બદલી શકે તો એ તારી જાતને જ હશે. જો તેં તારું કામ બરાબર કર્યું હોય અને એ કામ કરવામાં તેં તારો શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય અને છતાં તું સફળ ન થાય તો જવા દેતાંય શીખવાનું. હંમેશાં બીજું કામ, બીજી સ્ત્રી કે બીજા ઉત્તમ મિત્રો મળશે જ. દયામણા ને નિરાશ થઈને કોઈ પરિસ્થિતિમાં એક દિવસ પસાર કરવો એનો અર્થ એ થાય છે કે ખુશીઓ તરફ લઈ જતા રસ્તા પર જવામાં તું એક દિવસ મોડો છું."
"એનો અર્થ એ કે મારે સરળ રસ્તો અપનાવવાનો?"
"ના, હું તને પ્રયત્ન કરવાનો અને પકડી રાખવાનો ફર્ક સમજાવવા માગું છું."
બે મહાન ગણતા ફિલ્મી લેજન્ડ્સનું ફરજંદ, જેને નેપોટીઝમનો સીધો ફાયદો મળી શકે એમ હોવા છતાંય ફિલ્મ લાઈન પોતાના માટે નથી એ યોગ્ય સમયે સમજીને છોડનાર 'મિસીસ ફનીબોન્સ' ટ્વિંકલ ખન્નાનો પોતાના દીકરા સાથેનો આ સંવાદ જીવનની સફળતાનું રહસ્ય છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.