શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ GTએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 224 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને પછી SRH ને 20 ઓવરમાં 186 રન જ બનાવી શકી. આ મેચની સૌથી ખાસ વાત એ હતી કે ગુજરાત ટાઇટન્સે તેની 20 ઓવરની ઇનિંગ્સમાં ફક્ત 22 ડોટ બોલ રમ્યા અને પાંચ વર્ષ પહેલા બનાવેલા રેકોર્ડને તોડ્યો.

