ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા વર્ષ 2023 તકેદારી આયોગના રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ભ્રષ્ટ્રાચાર અને ગેરરીતિ કરવામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નંબર 1 પર જોવા મળ્યું છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે આયોગને 2023માં કુલ 11,196 ફરિયાદો મળી હતી. સૌથી વધુ ફરિયાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની 2,170 ફરિયાદ મળી હતી. બીજા નંબરે મહેસૂલ વિભાગની 1,849 ફરિયાદ તકેદારી આયોગને મળી હતી. તેમજ ત્રીજા નંબરે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસની 1,418 ફરિયાદ મળી હતી.

