ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયું દક્ષિણ ગુજરાત માટે ખૂબ કપરું રહ્યું છે. અહીં મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો, જેના કારણે આખેઆખા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજુ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠાના વડગામમાં માત્ર 3 કલાકમાં 8 ઈંચ વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર છે.

