Home / Gujarat / Ahmedabad : Congress' 'Organization Building Campaign' to begin tomorrow under the chairmanship of Rahul Gandhi

આવતીકાલથી ગુજરાત કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’ની શરૂઆત, રાહુલ ગાંધી જિલ્લાના નેતાઓ સાથે કરશે સંવાદ

આવતીકાલથી ગુજરાત કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’ની શરૂઆત, રાહુલ ગાંધી જિલ્લાના નેતાઓ સાથે કરશે સંવાદ

કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'...તો જિલ્લા પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન આપીશું'

અમદાવાદ સર્કિટ હાઉસમાં પ્રથમ બેઠકમાં રાહુલ ગાંધીએ 40 નિરીક્ષકોને વન ટુ વન સાંભળ્યા હતા. તમામ નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, જિલ્લા પ્રમુખ માટે કોઈપણ જ્ઞાતિ કે જાતિવાદ ના રાખવો. જે પણ મજબૂત નેતા હોય તેને પ્રાથમિકતા આપવી. ભવિષ્યમાં સરકાર બને તો જિલ્લા પ્રમુખની સારી કામગીરી હશે તો તેને મંત્રીમંડળમાં સ્થાન આપીશું. કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ટકોર કરતા કહ્યું હતું કે, 'આપણ કોમ્પિટિશન ભાજપ સાથે કરવાની છે, અંદરો અંદર કરશો નહીં'

કાલે 'સંગઠન સર્જન અભિયાન'નો શુભારંભ

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'મને ખુશી છે કે અમારા જિલ્લા એકમોને મજબૂત બનાવવાના 'સંગઠન સર્જન અભિયાન' પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે. કાલે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના અરવલ્લીથી પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. રાહુલ ગાંધી જિલ્લાના નેતાઓ સાથે વાતચીત કરશે.'

 

Related News

Icon