
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મંડલી સુફિયાન દ્વારા ડાંગર ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. એવામાં ડાંગર ખરીદીમાં કરોડોનો ખેલ કરનાર મુખ્ય આરોપી મંડલી સુફિયાનનું મોઢું મીઠું કરાવતા ધારાસભ્ય હાર્દિક પટેલનો આ ફોટો આજકાલ ભારે ચર્ચામાં છે.
આ પણ વાંચો : ખ્યાતિ કાંડ મામલે કેટલાક કોયડા ઉકેલવા આરોપીઓના વધુ રિમાન્ડની માંગ
ડાંગર ખરીદી કૌભાંડના ૭ પૈકી ૫ આરોપીઓ ૨૦ દિવસથી ખુલ્લેઆમ ભાગતા ફરી રહ્યા છે તે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ વિપક્ષમાં બેસેલા નેતાઓને સરકાર પર આરોપ લગાવવાનો એક મોકો મળી ગયો છે. ભાજપા સરકાર કૌભાંડીઓને છાવરી રહ્યું છે અને સ્થાનિક ધારાસભ્ય મુખ્ય આરોપી મંડલી સુફિયાનનું મોઢું મીઠું કરાવે છે. ભાજપા સરકાર જવાબ આપે સરકાર અને પોલીસ તંત્ર ભ્રષ્ટાચારીઓને નશ્યત કરવા માંગે છે કે ઇનામ આપવા માંગે છે?
જણાવી દઈએ કે ડાંગર કૌભાંડમાં મામલતદારે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી. કૌભાંડનાં મુખ્ય આરોપી મંડલી સુફિયાન પર કોંગ્રેસ નેતા મનહર પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે. જો કે, હવે આ મામલે વિરમગામનાં MLA હાર્દિક પટેલ (MLA Hardik Patel) શું ખુલાસો કરશે તેનાં પર સૌની નજર છે