સુરતમાં ગુનેગારો પર નજર રાખવા અને ગુનાખોરી નાથવા હવેથી શહેર પોલીસ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇકનો ઉપયોગ કરશે. હજીરાની AM/NS કંપનીએ શહેર પોલીસ વિભાગને 25 ઇ-બાઇક આપી છે, જેનું લોકાર્પણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું હતું. ડ્રિમ સિટી ડુમસ બીચ, ઉમરા, તાપી કિનારે, ઉધના મગદલ્લા રોડ યુનિવર્સિટી, વેસુ, અલથાણ, સિટીલાઇટ ટેક્સટાઇલ માર્કેટ, રેલવે સ્ટેશન, વરાછા અને સુવાલી બીચ,રાજમાર્ગ સહિતનો કોટ વિસ્તાર સહિતના 13 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇ-બાઇકથી પેટ્રોલિંગ કરાશે.

