આજે ગુજરાતના વકીલ આલમનો ભારત સહિત વિશ્વભરમાં નોંધ લેવાય તેવો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. ગુજરાત બાર કાઉન્સીલ દ્વાર ઈતિહાસમાં સૌપ્રથમવાર એકસાથે એક મંચ પર 11,000થી વધુ એનરોલ થયેલા વકીલોના તેમના વ્યવસાયને લઈ સામૂહિક શપથનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી નોંધનીય વાત એ છે કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તો આ ઘટનાની નોંધ લેવાઈ ગઈ છે.

