કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ આ દરમિયાન ભાજપ માટે અંદરખાને કામ કરતા કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજથી જ હું એમ કહેવા માંગુ છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. ગુજરાત કોંગ્રેસમાં બે રીતના લોકો છે એક તે છે જે જનતા સાથે ઉભા છે અને તેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજા તે લોકો છે જે કપાયેલા છે અને તેમાંથી અડધા ભાજપ સાથે મળેલા છે. જ્યાર સુધી આપણે આ બેને અલગ નહીં કરીએ ત્યાર સુધી ગુજરાતની જનતા અમારી પર વિશ્વાસ કરી શકતી નથી.
20-30 લોકોને બહાર કાઢવા પડે તો કાઢી મુકો- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે જો આપણે કડક કાર્યવાહી કરવી પડી તો 10,15,20,30 લોકોને બહાર કાઢવા પડે તો કાઢી મુકવા જોઇએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યાં છો તો ચાલો બહારથી કામ કરો. તમારી ત્યાં કોઇ જગ્યા નથી. તે તમને બહાર ફેંકી દેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મે કાલે સીનિયર નેતાઓ, જિલ્લા અને બ્લોક અધ્યક્ષો સાથે મુલાકાત કરી. મારૂ લક્ષ્ય હતું- તમારા દિલની વાત જાણવી અને સમજવી આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને અહીંની સરકારના કામકાજ સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી છે. હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો પણ રાજ્યના યુવાઓ, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.