Amareli news: અમરેલી સહિત આસપાસના પંથકોમાં ગીર જંગલના રાજા અનેક વખત રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ઉનામાં પણ કેટલીક સોસાયટીમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યા. આ દૃશ્યો ઉના શહેરના જયરાજ ટાઉનશીપ વિસ્તારના છે. ખોરાકની શોધમાં ઘણી વખત સિંહો ( Lion )રહેણાંક વિસ્તારોમાં આવી ચઢે છે. જેને કારણે સ્થાનિકોમાં ભય પણ રહે છે.

