અમદાવાદથી મુંબઇને હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટીથી જોડતા 508 કિ.મી.ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. 320 કિ.મી.ની મહતમ ઝડપે દોડનારી બુટેલ ટ્રેનનો ટ્રેક વડોદરા સુતર વચ્ચે ભરૂચ નજીક નર્મદા નદી ઉપરથી પસાર થઇ રહ્યો છે. 1.4 કિ.મી. લાંબા નર્મદા નદી ઉપરના બુલેટ ટ્રેનના બ્રિજનું કામ આ પ્રોજેક્ટના સૌથી પડકારજનક કામ પૈકીનુ એક હતુ અને તેનું ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થવાના આરે છે તેમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે.

